જીવનના વિસ્મયને ઓળખો - ઓશો
જીવન દરેક ક્ષણે નવું છે. દરેક ક્ષણે તે નવી દિશાને સ્પર્શે છે, નવા આકાશમાં પ્રવેશ કરે છે. નવા સૂર્યને નવી રાતોને પસાર કરે છે. નવા કિનારા, નવા સાગર હોય ત્યાં જીવન વિસ્મય ન હોય તો બીજું શું હોય ?
દરેક ઘટનાના 'સ્વ' નો અનુભવ કરો- દરેક વ્યક્તિના, દરેક ફૂલના, દરેક પાંદડાના દરેક પત્થરના.
જો આપણે શોધવા નીકળીએ તો એક પત્થર જેવો અદ્લ બીજો પત્થર, તો આખી દુનિયામાં પણ આપણે શોધી ન શકીએ. એક વ્યક્તિ જેવી બીજી કોઈ વ્યક્તિ બીજે કયાંય નથી હોતી. એક ઘટના બને છે તો એના જેવી જ ઘટના બીજે કયાંય બનતી નથી અને ક્યારેય બનશે પણ નહી.
જો આ નવીનતાનો ભાવ, આ નાવીન્યનો , આ તાજગીનો, આ જીવંતતાનો, આ પરિવર્તનનો બોધ સ્પષ્ટ થઇ જાય, તો વિસ્મય તમારા દરવાજે આવી ઉભો રહી જશે.
સ્મૃતિને વિદાય કરી દો, જીવનને સ્મૃતિને છોડીને જોશો તો જીવન વિસ્મયથી ભરેલું છે.
- osho
Saturday, April 10, 2010
Subscribe to:
Posts (Atom)